અંજલિ આજે મહેશભાઈ બગીચામાં મળ્યા હતા એમની દીકરી સ્વાતિ માટે આપણા રવિની વાત કરતા હતા. અંજલિબેન ખુશ થઈ ગયા કે ચાલો સામેથી સારા સંસ્કારી ઘરનું માંગુ આવ્યું છે. અંજલિબેન અને કમલભાઈ એ રવિને વાત કરવાનુ નક્કી કર્યું. નોકરીથી સાંજે રવિ આવ્યો જમીને કમલભાઈ એ સ્વાતિની વાત કરી. રવિ કહે 'પપ્પા હું આજે મારી વાત કરવા બેઠો છું. હું કોલેજમાં હતો ત્યારથી જ હીના સાથે પ્રેમ છે હવે હું સારુ કમાવ છું તો તમે હા પાડો તો હું હીના સાથે લગ્ન કરુ ? મા - બાપ તો આ સાંભળીને એકબીજા સામે જોઈ બોલ્યા 'બેટા તારી પસંદ અને તારી ખુશીમા ખુશ છીએ.' રવિના લગ્ન થઈ ગયા અને કમલભાઈની તબિયત સારી ન રહેવાથી એમણે પ્રાઈવેટ જોબ હતી તે છોડી દીધી. એક દિવસ સવારે હીના બોલી 'પપ્પા તમને પેન્શન મળવાનું ન હતું તો તમે હજુ જોબ કરી શકો એમ હતા તો જોબ શું કામ છોડી અને રોજ તમે બે છાપા મંગાવો છો તો ખોટા ખર્ચા થાય છે.' આ સાંભળીને અંજલિ અને કમલભાઈ આઘાતમાં જતા રહ્યા. અંજલિબેન હીના ને બોલ્યા કે 'તારા પપ્પાને કશું કહેવાનો અધિકાર નથી. અમે હજુ અમારા જ રૂપિયાથી આ ઘર ચલાવીએ છીએ અને અમારુ કામ પણ જાતે જ કરીએ છીએ. તારી કે રવિ પર અમે બોજ નથી...